વડોદરાના કરચીયા ગામનો પ્રસિદ્ધ લાલ છત્રીધારી સંઘ 'જય અંબે'ના નાદ સાથે નડિયાદમાં પ્રવેશ્યો છે. આ સંઘ છેલ્લા 15 વર્ષથી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી માતાજીના દર્શને પગપાળા જાય છે.જયશ્રી અંબે રથયાત્રા સંઘ તરીકે ઓળખાતા આ પદયાત્રીઓ લાલ છત્રી, લાલ સાફા અને લાલ ટોપી ધારણ કરીને યાત્રા કરી રહ્યા છે. પદયાત્રી મેહુલભાઈના જણાવ્યા અનુસાર, નવરાત્રીમાં માતાજીને નોરતું અર્પણ કરવાનો તેમનો ઉદ્દેશ છે. આ યાત્રા દ્વારા સેવા અને સનાતન સંસ્કૃતિનું જતન કરવામાં આવે છે.