સુરેન્દ્રનગર યુવા બ્રહ્મ સંગઠન દ્વારા સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજ ખાતે બ્રહ્મનાદ કાર્યક્રમ નું આયોજન આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગરબે ઘૂમ્યા હતા. આ કાર્યક્રમ થકી જે રકમ આવે તે જરૂરિયાદ મંદ પરિવારો માટે વાપરવાનો ઉમદા નિર્ણય કરવામાં આવ્યો છે આ કાર્યક્ર્મમાં પાલિકાના પૂર્વ પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.