આજે તારીખ 12/09/2025 શુક્રવારના રોજ બપોરે 2.30 કલાક આસપાસ સીંગવડ તાલુકા મથકે થી પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા દાહોદ સાસંદ જસવંતસિંહ ભાભોર ના હસ્તે ત્રણ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.ત્યારે લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.દાહોદ સાસંદ જસવંતસિંહ ભાભોર પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ સી કે કિશોરી સિંગવડ સરપંચ લખીબેન વહુનીયા કરણભાઈ વણજારા ભાજપ પ્રમુખ મહેશભાઈ બારીયા નારસિંગભાઈ પરમાર તથા ભાજપના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.