ઊંઝા નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નામ નોંધણી માટેનું પોર્ટલ કાર્યરત થયું છે આ યોજના હેઠળ લાભાર્થીઓને પોતાની માલિકીની જમીન પર મકાન બાંધકામ માટે સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. નગરપાલિકા કચેરીમાં લાભાર્થીઓએ ચાર લાખની સહાય માટે ફોર્મ ભરવાનું રહેશે.