લીંબડી સ્ટેશન રોડ પર પાવર હાઉસ સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ માટે કોઈ સુવિધા ન હોય આ વિસ્તારમાં રહેતા લેન્ડ ડેવલોપરે પાણી ની જાવક નો રસ્તો બંધ કરી દીધા નો રહિશો ફરિયાદ કરી રહ્યા છે. વરસાદ બંધ થયા ને ચાર દિવસ થયા છતાં હજુ આ વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ નથી થયા આ વિસ્તારમાં લોકો ના મકાનની આજુબાજુ ગોઠણ ડુબ પાણી ભરાયા છે. લીંબડી નગરપાલિકા મા અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં લોકોમા રોષ ભરતભાઈ માળી એ પ્રતિક્રિયા આપી હતી.