પાટણ લોકલ ક્રાઈમ બ્રાંચે સિદ્ધપુર વિસ્તારમાં મોટી કામગીરી કરી છે. પોલીસ ઈન્સપેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફને બાતમી મળી હતી. રાજસ્થાનથી એક ટ્રકમાં સ્ક્રેપની આડમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે.પોલીસે સિદ્ધપુરના બિંદુ સરોવર પીક અપ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી. ટ્રકમાં તપાસ કરતા પ્લાયવુડના ખાનામાં સંતાડેલો દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે 6480 બોટલ દારૂ જપ્ત કર્યો છે. આ દારૂની કિંમત મળી કુલ 59.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.