છોટાઉદેપુર જિલ્લામાં જીવના જોખમે કોઝવે પર ઘસ મસતા પાણીના પ્રવાહમાં પસાર થતાંનો વિડિઓ સામે આવ્યો છે. ગઈકાલ સાંજના સમયે ઘટના બની હતી. છોટાઉદેપુરના સીમળફળીયા ગામના માલી કોતરમાં પુર આવ્યું હતું. માલી કોતર પરના લો લેવલના કોઝવે પર બાળકોને ખભે બેસાડી કોઝવે પસાર કરતા દ્રશ્યો સામે આવ્યા હતા.ગઈકાલે વરસેલા મુસળધાર વરસાદથી કોતરમાં પુર આવ્યું હતું.