નડિયાદના પીજ રોડ પર ગણપતિજીનુ અનોખી રીતે વિસર્જન કરવામાં આવ્યુ. શ્રી યુવક મંડળ દ્વારા નડિયાદના પીજ રોડ પર આજે અનંત ચૌદસના દિવસે તો 51 લીટર દૂધથી ગણપતિજી નો મહા અભિષેક કરવામાં આવ્યો હતો. જે બાદ ગણપતિને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા.