ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિ. ની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,જેમાં રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ,ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણી તેમજ સહકાર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા,તો આ ગુજકોસમોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભામાં નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડે પણ હાજરી આપી હતી,જ્યાં તેઓનું અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું.