ઉમરેઠ તાલુકાના દાગજીપુરામાં રહેતાં એક ૩૪ વર્ષીય યુવકે બુધવાર સવારના અગિયાર વાગ્યાના આસપાસના સમયે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવવા પામ્યો છે. આ બનાવ અંગે ભાલેજ પોલીસે હાલ અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામમાં રહેતાં ભરતભાઈ રમણભાઈ ઠાકોર (ઉંમર વર્ષ ૩૪ )એ ટ્રેન નીચે કપાઈ જતા મોત નીપજ્યું છે.