રાજપીપળા નગરપાલિકામાં પાટલા ઘણા મહિનાથી ચીફ ઓફિસર રાહુલ ડોડીયાને બદલી થતાં ત્યારબાદ પાલિકાના વહીવટી કામમાં ઘણી તકલીફ પડતી હતી અને રાજપીપળા ના વિકાસના કામો પણ અધૂરા હતા. ત્યારે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા તાત્કાલિક ધોરણે નગરપાલિકાની ચીફ ઓફિસર નિમણૂક કરવામાં આવે. તેવા નિવેદન પર મીડિયા સમક્ષ આપવામાં આવ્યા હતા. રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે જયકિશન તડવી પહેલા ડભોઇ પાલિકા ખાતે ફરજ બજાવી રહ્યા હતા.