ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવતા નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. શહેરના ગઢેચી વડલા પાસે અને બીજા અનેક વિસ્તારોમાં રસ્તા પર ખાડા પડી જતા તંત્રએ તેને પૂરવા માટે માત્ર પથ્થરો નાખી દીધા છે, પરંતુ યોગ્ય સમારકામ હાથ ધરાયું નથી. પરિણામે આ પથ્થરો જ વાહનચાલકો અને પદયાત્રીઓ માટે નવા ખતરાની ઘંટડી સમાન સાબિત થઈ રહ્યા છે. રોજિંદી અવરજવર દરમ્યાન નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે અકસ્માત સર્જાવાની શક્યતા પણ વધતી જાય છે.