મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ બાળકોના મોત મામલે તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો. અમદાવાદ ગ્રામ્યના બાવળા સ્થિત રેડનેક્સ ફાર્મા કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના કફ સિરપ પીધા બાદ કિડની ફેલ થવાથી મોત થયા હતા.