પાવાગઢ ડુંગર ઉપર આજે માલ વાહક રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતાં કરૂણ બનાવ સર્જાયો છે.આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે મંદિર ટ્રસ્ટના કામકાજ, શ્રમિકો તથા વિશેષ મહેમાનો માટે થતો હતો.આજે બપોરે રોપવેમાં કેટલાક શ્રમિકો સવાર હતા ત્યારે ગુડ્સ રોપ વે ના ટાવર માં તકનિકી ખામીના કારણે ટાવર નમી પડતા અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત નિપજ્યાં હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળે છે.મૃતદેહોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે.