વાલોડ તાલુકાના બેડકુવા ગામેથી દીપડી પાંજરે પુરાતા વનવિભાગે કબજો લીધો.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેડકુવા ગામના ઉમેરી ફળિયા ખાતેથી સવારે 5 વાગ્યાના અરસામાં એક દીપડી પાંજરે પુરાઈ હતી.અંદાજે 4 વર્ષ ની દીપડી રાહુલ ગામીત ના ઘર નજીકથી પાંજરે પુરાઈ જતા ગ્રામજનો અને પશુપાલકોએ રાહત અનુભવી હતી.જે દીપડી નો કબ્જો વનવિભાગે લઈ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.