નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્થિત અને ધાર્મિક ભાવના અને આસ્થા સાથે શ્રાવણ માસના અંતિમ દિવસે અનોખું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે 7000 કિલો બરફથી અમરનાથજી નો જીવંત માહોલ અહીંયા ઉભો કરવામાં આવ્યો હતો. ભક્તિ અને આસ્થા નું અહીંયા એવું દ્રશ્ય સર્જાયું કે દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. આ સાથે અહીંયા રાસ ગરબા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન સમગ્ર વાતાવરણ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું