ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ના કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ) ની અધ્યક્ષતામાં બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગીય માતુશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી તથા કોગ્રેસ ના વિરોધમાં મહિલા મોર્ચા દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાનાર છે. તેના અનુસંધાને મહિલા મોર્ચા ની આયોજન બેઠક યોજાઈ.