સાવરકુંડલા કોંગ્રેસ સમિતિએ જિલ્લા વહીવટી તંત્રને આવેદન આપીને 2024ના સહાય પેકેજમાં હજુ સુધી બાકી રહેલા ગામોને તેમજ કપાસ સિવાયના મગફળી, તુવેર, તલ, જુવાર જેવા પાકોને સમાવેશ કરવાની માગણી કરી છે. ખેડૂતોને સમાન ન્યાય મળે તે માટે તાકીદે નિર્ણય લેવાય તેવી અપીલ કરવામાં આવી છે.