ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની સામન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ દેરક જીલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોને વેગ આપવાનો હતો, પંચાયત પરિષદના પ્રમુખ પરેશ દેસાઈએ મીટીંગ માટે સાપુતારા ને પસંદ કરી ડાંગ જીલ્લાનો પ્રવાસ કરાવ્યો હતો. ડાંગ જીલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળા ગાઈન એ આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરી તીર કામઠું ભેટ આપ્યું હતું