વ્યારા તાલુકાના કાનપુરા રોડ નજીક સોસાયટીઓ પાસે પાણી ભરાઈ જતા સમસ્યા વધી.તાપી જિલ્લાના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ગુરુવારના રોજ 1 કલાકની આસપાસ પડેલા વરસાદને લઈ કાનપુરા ગામ તરફ જતા માર્ગ પર આવતી સોસાયટીઓ નજીક રોડ પર પાણી ભરાઈ જતા લોકોની સમસ્યામાં વધારો થયો હતો.જેમાં ગટર લાઈન ની વ્યવસ્થા નહીં હોવાના કારણે વરસાદી પાણી નો નિકાલ નહીં થતા સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું.