આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી રોડ પર આવેલ GMSCLમાં અતિશય ગંદકી જોવા મળી હતી. આ ઉપરાંત, દર્દીઓના વપરાશ માટે લેવામાં આવતી દવાઓ કોઈ પણ પ્રકારની ગોઠવણ વિનાના કચરાના ઢગલાની માફક પડી હોવાનું જોવા મળ્યું હતું.આ ઉપરાંત અહીં દવાઓની ચોરીના બનાવો પણ વારંવાર સામે આવતા રહે છે.ત્યારે તંત્ર દ્વારા આ બાબતે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.