સગીરાને મોસાળમાં રહેતા યુવકે પ્રેમજાળમાં ફસાવીને અવારનવાર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી બની હતી.બાળકને જન્મ આપ્યા બાદ તુરંત જ માતા પિતાની મદદથી બાળકને નજીકમાં આવેલા બકરાના વાડામાં ત્યજી દેવાયાનું ઘટસ્ફોટ થયો છે.સગીરાને મોસાળમાં રહેતા એક યુવક સાથે પ્રેમસબંધ થઇ ગયો હતો.જેને લઈને યુવક દ્વારા તેની ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા તેણી ગર્ભવતી બની હતી અને બાળકને જન્મ આપ્યો હતો.કૃત્યમાં સંડોવાયેલા માતા પિતાની ધરપકડની તજવીજ હાથ ધરી છે.