જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ રસ્તાઓ રીપેર ન થતા હાલ વરસાદી વાતાવરણમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સકરબાગથી રેલવે સ્ટેશન સુધીનો રસ્તો થોડા સમય પહેલા મેયર દ્વારા પેચ વર્કથી સમારકામ કરાયો હતો, પરંતુ થોડા જ વરસાદમાં ફરી ખાડા પડી ગયા છે.તળાવ દરવાજા ફાટકથી સહેજની ટાંકી અને ફુલયા હનુમાન રોડ સુધીના રસ્તાઓ પણ અતિ બિસ્માર હાલતમાં છે. શહેર એ પ્રાચીન નગરી અને ગિરનાર તળેટીમાં આવતા પ્રવાસીઓ માટે આ ખરાબ રસ્તાઓ નકારાત્મક છાપ ઉભી કરી રહ્યા