નિઝર તાલુકાના દેવાળા ગામેથી બુધવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે વીજપોલ નમી ગયેલી હાલતમાં દૃશ્યમાન છે. જેનું તાત્કાલિક રિપેરિંગની માંગ ઉઠી છે. આ વીજપોલ નમી જતી ત્યાં વાયરો પણ ખુલ્લામાં પડી ગયા હોવા છતાં વીજ કંપનીએ કોઈ ધ્યાન આપ્યું નથી, જેના કારણે તે હવે કોઈ પણ સમયે પડી શકે છે અને મોટી દુર્ઘટના સર્જી શકે છે. આ મામલે સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.