સુરતમાં શનિવારે ગણેશ વિસર્જન યાત્રા દરમ્યાન ઇચ્છાપોર ભાઠા રોડ પરથી પસાર થતી ગણેશની વિસર્જન યાત્રાને વિઘ્ન નડ્યું હતું.પસાર થઈ રહેલી વિસર્જ યાત્રા દરમ્યાન એકાએક ટ્રેક્ટરનું ટાયર ફાટતા ટ્રેકટરમાં સવાલ લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.ગણેશની પ્રતિમા નમી પડે અથવા ખંડિત થાય તે પહેલાં આયોજકોએ લોખંડનો જેક લગાડી ટેકો આપી દીધો હતો.જે બાદ નવું ટાયર નાંખી વિસર્જન યાત્રાને આગળ ધપાવવામાં આવી હતી.સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.