વિશ્વ ઉમિયા ધામ દ્વારા શ્રી ઉમિયા માતાજીના દિવ્ય રથનું સાણંદ શહેર ખાતે સ્વાગત કરવામાં આવ્યું, ઉમિયા માતાજીના દિવ્ય રથનું સાણંદ પાટીદાર સમાજ તેમજ વિવિધ સમાજ અને શહેરીજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ, ઉમિયા માતાજીના દિવ્ય રથની સાણંદ શહેર ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. સાણંદ શહેરના વૃંદાવન સોસાયટી ખાતે થી કે.ડી ફાર્મ સુધી શોભાયાત્રા યોજાઇ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માઇ ભક્તો અને પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા.