હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે ત્યારે વહેલી સવારે હિંમતનગર શહેરમાં વરસેલા વરસાદને લઈને હિંમતનગરના મોતીપુરા પાસેથી પસાર થતા ખેડ તસિયા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરાવાની લઈને વાહન ચાલકો પરેશાન થયા હતા. ખેડ તસિયા સ્ટેટ હાઇવે પર આવેલ રામેશ્વર મંદિર નજીક સ્ટેટ હાઇવે પર ઢીંચણ સમૂ પાણી ભરાયું હતું જેને લઇને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પરેશાન બન્યા હતા જોકે આસપાસની સોસાયટીઓ દ્વારા પાલિકા પ્રશાસન ને અનેક વાર રજૂઆ