લીલીયા તાલુકાના ખેડૂતોને ન્યાય અપાવવા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદીએ સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. સોશિયલ મીડિયા પર આજે સાંજે 7:00 વાગ્યે તેમનું ચેતવણીસભર નિવેદન વાયરલ થતા ખેડૂતોમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે.ખાસ કરીને લીલીયા તાલુકામાં સહાય પેકેજ તથા અન્ય પ્રશ્નોને લઈને ખેડૂતો ન્યાયથી વંચિત રહી ગયા હોવાની વાત તેમણે ઉઠાવી હતી. ખેડૂતોની સાથે અ્યાય થતો રહેશે તો કોંગ્રેસ ચુપચાપ નહીં બેસે તેવી ચેતવણી તેમણે જાહેરમાં આપી છે.