રવિવારે સવારે ડાકોર ગોમતી તળાવ માંથી એક અજાણી મહિલાની લાશ તરતી મળી આવી હતી. આબાદ લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં પગ લપસી જવાના કારણે તળાવના પાણીમાં ડૂબી જવાથી મહિલાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે ડાકોર પોલીસ એ ગુનો નોંધી અજાણી મહિલાના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે