પાલનપુર તાલુકાના મલાણા ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત ની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડીસ્ટ્રીક લેવલનો પોગ્રામ યોજાયો હતો જેમાં 283 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આજે શુક્રવારે બે કલાકે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતા 11 હેલ્પ ડેશ અને 36 મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના સ્ટોલ નું પ્રદર્શન પણ યોજાયું હતું