હાલોલ-શામળાજી હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ગોધરા તાલુકાના કોટડા ગામ નજીક મોડીરાત્રે એક ઈકો કાર રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત થયો. સદનસીબે, કારમાં સવાર તમામ મુસાફરોને નાનીમોટી ઇજાઓ સિવાય કોઈ જાનહાની થઈ નથી. વારંવાર થતા આવા બનાવોને કારણે વાહનચાલકો ભયભીત બની રહ્યા છે. ગોધરા બાયપાસ અને હાઈવે પર સતત અકસ્માતો વધી રહ્યા છે, તેથી તાત્કાલિક ખાડાઓનું સમારકામ કરવું અત્યંત આવશ્યક બની ગયું છે.