તા. 09/09/2025, મંગળવારે બપોરે 12 વાગે મળેલી માહિતી અનુસાર ધોળકા - ઇંગોલી રોડ ઉપર વીરડી થી ઇંગોલી ગામ સુધીના રોડ ઉપર પૂરના પાણી ફરી વળ્યાં છે. ખેતરો જળબંબાકાર થઈ જતા દરિયા જેવું ભાસી રહ્યું છે. ડાંગરના પાકને વ્યાપક નુકશાન થયું છે ત્યારે ખેડૂતોની માંગણી છે કે સરકારી તંત્ર દ્વારા સર્વે હાથ ધરી સહાય ચૂકવવામાં આવે. ગાણોલ ગામમા પણ પૂરના પાણી છે. ગાણોલ પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયું છે.