છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ફરી એક વખત રજૂઆત રંગ લાવી છે. છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના અલગ અલગ ગામોમાં મુખ્યમંત્રી ગ્રામ યોજના અંતર્ગત ₹5.35 કરોડના ખર્ચે રસ્તાઓની મંજૂરી રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે. જેથી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર વિધાનસભાની જનતા વતી રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો છે.