ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રમાં રજા જાહેર કરાઈ આવતીકાલે જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ ખેડા જિલ્લા વહીવટી તંત્ર એ લીધો અગત્યનો નિર્ણય ખેડા જિલ્લામાં વહેતી મહી , સાબરમતી, વાત્રક અને શેઢી નદીઓમાં પૂરની પરિસ્થિતિને પણ ધ્યાને રાખવામાં આવી છે જિલ્લામાં કોઈ અઘટીત ઘટના ન ઘટે અને બાળકોને કોઈપણ નુકસાન ન પહોંચે તે માટે આ નિર્ણય વેલા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.