પશ્ચિમ રેલવે વડોદરા મંડળ દ્વારા ડેરોલ-ખરસાલિયા વચ્ચે સમપાર નં. 33 અને 37 પર રોડ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગ માટે 24 ઓગસ્ટે બપોરે 1:40 થી 4:40 સુધી ત્રણ કલાકનો ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ સમયગાળામાં અપ-ડાઉન બંને લાઇન પર ટ્રાફિક બંધ રહેશે. બ્લોકને કારણે ગાડી નં. 69117 વડોદરા–દાહોદ મેમુ વડોદરા–ગોધરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે, જ્યારે ગોધરા–દાહોદ રૂટ યથાવત રહેશે. મુસાફરોને વિકલ્પ વ્યવસ્થા કરવાની વિનંતી કરાઈ છે.