પત્નીએ 112 ઉપર ફોન કરી દારૂડિયા પતિને પોલીસના હવાલે કર્યો 'સાહેબ મારા પતિ દારૂપી ને ધમાલ કરે છે' કહી પીડીતાએ મદદ માંગી, 112 જનરક્ષક દોડી આવી નશામાં ચકચૂર પતિની શાન ઠેકાણે લાવવા પોલીસ સ્ટેશન ઉઠાવી લાવી પોલીસે દારૂડિયા પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો.તાજેતરમાં સત્તાવાર રીતે શરૂ થયેલી '112 જનરક્ષક' હેલ્પલાઇન ઉપર નડિયાદ નજીકના એક ગામે રહેતી પીડીત પત્નીએ સંપર્ક કરી મદદ માંગી હતી અને દારૂડિયા પોતાના પતિને પોલીસના હવાલે કર્યો છે.