આજે વહેલી સવારે અંદાજિત 4:00 વાગે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચે અંજાર-ગળપાદર નેશનલ હાઈવે પર ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે ગળપાદર ગામ નજીક આવેલ ગુરુનાનક એન્ટરપ્રાઈઝ વર્કશોપ પર દરોડો પાડતા પોલીસે 4900 લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ (બાયોડીઝલ) જપ્ત કર્યો હતો, જેની કિંમત અંદાજે રૂ. 3,92,000/- થાય છે. આ કાર્યવાહી દરમિયાન હરપ્રીતસિંગ અમરીકસિંગ ચહલ નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.