વ્યારા તાલુકાના કાકરાપાર ટાઉનશિપના હોલમાં સરપંચો તેમજ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાકરાપાર ટાઉનશિપમાં હોલમાં સોમવારના રોજ 2 કલાકની આસપાસ આંદોલન કરતા સરપંચો અને અગ્રણીઓ તેમજ મજૂરો સાથે અધિકારીઓની બેઠક યોજાઈ હતી.જેમાં અણુમથક અંગે આસપાસના ગામોના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.અને નિરાકરણ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.