પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળા તથા જળાશયો ભરાયા છે. ગોધરાની મેસરી નદી કાંઠે વહી રહી છે અને ગોંદરા કોઝવે પાણીમાં ડૂબી ગયો છે. આ દરમિયાન એક છકડો નદીના ધસમસતા પાણીમાં તણાઈ જતો વીડિયો વાયરલ થયો. સદભાગ્યે ચાલક સતર્કતા દાખવતા આબાદ બચી ગયો. ઘટનાની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા અને બાદમાં ક્રેનની મદદથી છકડાને બહાર કાઢવામાં આવ્યો. હાલ આ વીડિયો સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.