શહેરા તાલુકાના બોરીયાવી ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસની પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે આબુડી ચોકડી થી સ્વામિનારાયણ મંદિર સુધી ભક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં બોરીયાવી આબુડી ચોકડી ખાતે પૂજ્ય સંતોએ હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી ભક્તિ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું,જ્યાંથી સ્વામિનારાયણ મંદિર સુધી ફરી હતી.આ ભક્તિ યાત્રામાં પૂજ્ય સંતો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.