કોલી ઘોઘાદેવ ખાતે નવી બસ ચાલુ થતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અંત્રોલી જૂથ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ આશાબેન રતુભાઇ રાઠવા દ્વારા નવીન બસને શ્રીફળ વધારી ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભાજપના જિલ્લા મંત્રી વિલાસબેન રાઠવા તેમજ આગેવાન ડોક્ટર જયેશ રાઠવા દિતીયા ભાઈ તેમજ લક્ષ્મણભાઈ હાજર રહ્યા હતા. સરપંચ દ્વારા ગુજરાત સરકારનો અને એસટી તંત્રનો આભાર માન્યો હતો.