હાલોલના બાસ્કા ગામે નૈતિક હાડવેરની દુકાનમાં આજે શુક્રવારે બપોરે 2 કલાકે સાપ ઘૂસી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે આ બાબતની જાણ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરતા ટીમના જવાનો જયેશ કોટવાલ અને વાય કે પટેલ ત્યાં પહોંચ્યા હતા અને દુકાનમાં ઘૂસેલા પિટ પટીત પ્રજાતિ નામના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ જોકે આ સાપનુ રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમા છોડી મૂક્યો હોવાનુ જાણવા મળ્યું હતુ