સેજવાડ ગામે કલાપથ્થર વિસ્તારમાંથી એક મૃત દીપડી મળી આવી છે. પ્રાથમિક તપાસ મુજબ દીપડી ટ્રાન્સફોર્મર ઉપર ચઢી ગઈ હતી જેથી કરંટ લાગવાથી દીપડીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મૃત દીપડીનો કબજો મેળવ્યો હતો. તપાસ દરમિયાન આ દીપડી માદા અને અંદાજે ત્રણ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.