અમરેલીના ગણેશ મહોત્સવમાં રાષ્ટ્રપ્રેમની ઝાંખી: ઓપરેશન સિંદૂર થીમ પંડાલ લોક આકર્ષણ અમરેલીમાં આ વર્ષે શ્રી ગણપતિ મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવતો બની રહ્યો છે. સારહિ યુથ ગ્રુપ દ્વારા શહેરના ફોરવર્ડ સર્કલ પાસે સિનિયર સિટીઝન પાર્ક ખાતે "ઓપરેશન સિંદૂર" થીમ પર વિશેષ પંડાલનું આયોજન કરાયું છે. અહીં સેનાના જવાનો, ફાઈટર પ્લેન તથા બ્રહ્મોસ મિસાઈલની પ્રતિકૃતિઓ સાથેનો આ પંડાલ ભાવિકોને રોમાંચિત કરી રહ્યો છે.