અનંત ચૌદશના રોજ અંકલેશ્વરમાં તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કુત્રિમ કુંડમાં ઈકોફ્રેન્ડલી અને પી.ઓ.પીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ સામે નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં 10 દિવસ સુધીમાં કુલ 3280 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.