પલસાણા તાલુકામાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને તેમજ અન્ય દિવ્યાંગ લોકોને સુરત સિવિલ હોસ્પિટલ સુધી જવાની હાડમારી માંથી મુક્તિ આપવાના ઉદ્દેશ સાથે ઘર આંગળે સુવિધા મળી રહે તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ આજે પલસાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હતી અને દિવ્યાંગતા ધરાવતા લોકોનું નિદાન સારવાર અને દિવ્યાંગતા ધરાવતા લોકોને સુરત નવી સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા તમામ પ્રકારની દિવ્યાંગતાના પ્રમાણપત્ર આપાયા