This browser does not support the video element.
ખંભાત: ગૌમાંસ કેસમાં 3 લાખની લાંચ માંગવાના ગુનામાં ફરાર PSIની આગોતરા જામીન અરજી અરજદારના વકીલે હાઇકોર્ટેમાં વિથ ડ્રો કરી
Khambhat, Anand | Sep 9, 2025
સેશન્સ કોર્ટે આગોતરા જામીન રદ કર્યા બાદ લાંચના ગુનામાં સંડોવાયેલા PSI પી.ડી.રાઠોડની હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરાતા સુનાવણી યોજાઈ હતી.જેમાં સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને હાઇકોર્ટનું જામીન અરજી રિજેક્ટ કરવાનું વલણ દેખાતા આરોપીના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી વિથ ડ્રો કરવાની પરવાનગી માંગી હતી. પરિણામે હાઇકોર્ટે જામીન અરજી વીથડ્રો કરવાની પરવાનગી ગ્રાહ્ય રાખવાનો ઓરલ હુકમ કર્યો હતો.