વ્યારા શહેરમાં આવેલ વીજ કંપની ની નજીક આવેલ દુકાન માં પાણી ભરાઈ જતા સમસ્યા.તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની નજીક આવેલ પરિશ્રમ પાર્ક ખાતે એક મોટર્સ ની દુકાનમાં પાણી ભરાઈ જતા સમસ્યા વધી હતી.જે અંતર્ગત શનિવારના રોજ 5 કલાકની આસપાસ પણ પાણીનો નિકાલ નહીં થયો હોવાનું જણાવાયું હતું.જોકે સમગ્ર મામલે તંત્ર ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં નહીં આવતો હોવાના આક્ષેપ કરાયા હતા.