ખેડા જિલ્લાના વાવડી પ્રાથમિક શાળાના શિક્ષકને તેમની સિદ્ધિઓ બદલ આદેશ શિક્ષક દિવસ નિમિત્તે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે વાવડી શાળાના શિક્ષક હિરેન શર્માએ પોતાના અથાગ પ્રયત્નો થકી શાળાને ડિજિટલ બનાવી છે હાલ આ શાળાના બાળકો વીઆર એઆઈ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે આ ઉપરાંત અનેક રાજ્યો લેવલની પરીક્ષાઓમાં પણ સારું પરિણામ મેળવી રહ્યા છે.