નીલગીરી આસપાસના વિસ્તારમાં રહેતો હરિલાલ અશોક નેરકર (ઉંમર 25 વર્ષ) તેના મિત્રો મોહન, ઉત્તમ અને અન્ય એક મિત્ર સાથે મામાદેવ મંદિરે દર્શન બાદ રિક્ષામાં બેઠા બાદ હરિલાલ અને ઉત્તમ વચ્ચે ઝઘડો શરૂ થયો. આ ઝઘડાનું કારણ હરિલાલે ઉત્તમ પાસેથી 400 રૂપિયામાં ખરીદેલો મોબાઈલ હતો, જે ઉત્તમે પાછો માંગ્યો હતો. હરિલાલે મોબાઈલ પરત આપવાની ના પાડતાં બંને વચ્ચે બોલાચાલી થઈ, જે ઝઘડામાં ફેરવાઈ ગયો ઝઘડો ઉગ્ર બનતાં ઉત્તમે ચપ્પુ વડે હરિલાલના ગળાના ભાગે ઘા મારતા મોત નિપજ્યું